Shreyas Pracharak Sabha

Forgot Password? Reset here
New User? Register here

વ્યવસ્થાપકો

ટ્રસ્ટનાં ઉદ્દ્ગમની વિગત

શ્રી શ્રેયસ પ્રચારક સભાની સ્થાપના પૂજ્યશ્રી ભોગીલાલભાઈ ગિરધરલાલ શેઠની પ્રેરણાથી મુંબઈ મધ્યે ૨૩-૧૨-૧૯૮૦ ના દિને થયેલ જેના પ્રથમ ટ્રસ્ટીઓ શ્રી જયોતિભાઇ બી. મોદી, શ્રી પ્રવીણભાઈ એ. મહેતા તથા શ્રી અમૃતલાલ એમ મહેતા હતા.

આ સ્થાપના જનસમૂહના પારમાર્થિક ઉત્કર્ષમાં કોઈ પ્રકારે ઉપયોગી અને સહાયભૂત થવાના હેતુથી કરવામાં આવેલ. આ ઉપરાંત ટ્રસ્ટનો ઉદ્દેશ જગતના તમામ ધર્મના તત્વાર્થને પામી સાંસ્કૃતિક, નૈતિક તથા આધ્યાત્મિક ઉત્કર્ષ માટે તેની મહત્તા સમજાતા તેનો ઉપયોગ જીવનમાં તેના વિકાસ માટે થાય અને તેને લગતા સાહિત્ય તેમજ અન્ય ઉપકરણોને એકઠા કરી તેના પ્રકાશનને માટે અને જરૂરિયાત મંદોને આર્થિક તેમજ અન્ય સહાય પહોંચાડવાનો છે.

આ હેતુથી સભા તરફથી અત્યાર સુધીમાં ઘણા પુસ્તકો પ્રસિદ્ધ થઇ ચુક્યા છે. વળી મુમુક્ષોઓની જરૂરીયાતોને લક્ષમાં રાખીને કેટલાંક પુસ્તકોને વેબસાઈટ પર મૂકવાનો નિર્ણય સભાએ લીધેલ છે જે વાચક સમૂહને યોગ્ય માર્ગદર્શનરૂપ થઇ, પ્રભુ પ્રતિની પ્રેમવૃદ્ધીમાં સહાયરૂપ થશે એવી આશા છે.

પરમ પૂજ્ય શ્રીમતી સરયુબેન મહેતાના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક તેમજ અન્ય ઉપરોક્ત પ્રવૃત્તિઓ ફૂલીફાલી રહી છે અને તે પણ ટ્રસ્ટીઓ અને મુમુક્ષુઓના પૂર્ણ નિસ્વાર્થ સહકારથી. સ્વાધ્યાય તથા ભક્તિ લગભગ ચાલીશ વર્ષથી અસ્ખલિત રીતે, શરૂમાં મોરબી હાઉસમાં અને ત્યારબાદ વર્તમાનમાં શ્રી પ્રેમપુરી આશ્રમ, બાબુલનાથ, મુંબઈમાં, ચાલી રહેલ છે જેનો લાભ જૈનો તેમજ જૈનેતર મુમુક્ષુઓ સારી રીતે લઇ રહેલ છે.

સંસ્થા ચેરીટી કમિશનરની મુંબઈ ઓફિસમાં રજીસ્ટર્ડ છે અને સર્વ દાન ઈ. ટેક્ષ કાયદાની કલમ ૮૦ (જી) નીચે કરમુક્ત છે.

ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટીઓ નીચે પ્રમાણે છે.

૧. શ્રી જયોતિભાઇ બી.મોદી (ચેરમેન)
૨. શ્રી દિનેશભાઈ બી. મોદી
૩. શ્રી ભરતભાઈ પી. મહેતા
૪. શ્રી નરેન્દ્ર બી. ઝવેરી
૫. શ્રી પ્રકાશ આર. મહેતા
૬. શ્રી અજીતભાઈ એમ. શેtha
૭. શ્રી પ્રનભ ડી.મોદી
૮. શ્રી વિનોદભાઈ એમ.શાહ
૯. શ્રી કિશોર જે. શેઠ